Home / Gujarat / પ્રેક્ટિસ મેચના પ્રથમ દિવસે ઇજાગ્રસ્ત થયો ધવન, કોહલી ફ્લોપ

પ્રેક્ટિસ મેચના પ્રથમ દિવસે ઇજાગ્રસ્ત થયો ધવન, કોહલી ફ્લોપ

લીસેસ્ટર. ભારતના ઓપનર શિખર ધવને વિદેશમાં શાનદાર ફોર્મ જારી રાખ્યું હતું. લિસેસ્ટરશાયર સામે પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ધવને 100 બોલમાં 12 ફોરની મદદથી 60 રન બનાવ્યા હતા. મેચની 35મી ઓવરમાં તે રિટાયર્ડ હર્ટ થયો હતો. બોલર આતિફ શેખનો બોલ તેના હાથ ઉપર લાગ્યો હતો અને તેને ઈજા થઈ હતી. બાદમાં તે બેટિંગ કરી શક્યો ન હતો. વિરાટ કોહલી આજની મેચમાં ફ્લોપ રહ્યો હતો.
પ્રથમ દિવસે ભારતના 4 વિકેટે 333 રન
શિખર ધવન, ચેતેશ્વર પૂજારા તથા લાંબા સમય બાદ ભારતીય ટીમમાં પુનરાગમન કરી રહેલા ગૌતમ ગંભીરે નોંધાવેલી અડધી સદીની મદદથી ભારતે લિસેસ્ટરશાયર સામે પ્રથમ પ્રેક્ટિસ મેચમાં શાનદાર શરૂઆત કરી હતી. પ્રથમ દિવસે ભારતે 4 વિકેટ ગુમાવીને 333 રન કરી લીધા હતા. અજિન્કિય રહાણે 47 અને રોહિત શર્મા 43 રને રમતમાં છે.
વિરાટ કોહલી ફ્લોપ
ભારતનો સ્ટાર પ્લેયર વિરાટ કોહલી ખાસ ઝળકી શક્યો ન હતો. તે 49 બોલમાં 3 ફોરની મદદથી 29 રન બનાવી શક્યો હતો. કોહલી શિવ ઠાકુરની ઓવરમાં બોલ્ડ થયો હતો.

પૂજારા,ગંભીર ઝળક્યા

ભારતની ટીમમાં ઘણા લાંબા સમય પછી રમી રહેલો ગૌતમ ગંભીર ઝળક્યો હતો. ગંભીરે 101 બોલમાં 7 ફોરની મદદથી 54 રન બનાવ્યા હતા. તે રિટાયર્ડ હર્ટ થયો હતો. ચેતેશ્વર પૂજારાએ પણ શાનદાર બેટિંગ કરતા 98 બોલમાં 8 ફોરની મદદથી 57 રન બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.