Home / business / અમદાવાદ સહિત છ એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા અટકાવી દેવાઈ

અમદાવાદ સહિત છ એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા અટકાવી દેવાઈ

અમદાવાદ સહિ‌ત દેશના છ એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા કેન્દ્રની નવી મોદી સરકાર દ્વારા હાલ પુરતી અભરાઈએ ચઢાવી દેવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા મુજબ હવે આ મુદ્દે નવેસરથી વિચારણા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે. અમદાવાદ ઉપરાંત જયપુર, લખનઉ, ચેન્નઈ, કોલકાતા અને ગુવાહાટી એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા એરપોર્ટ ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ છ એરપોર્ટમાંથી મોટાભાગના એરપોર્ટનું હજારો કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે અને આ લગભગ તમામ એરપોર્ટ હાલમાં નફાનો ધંધ કરી રહ્યા છે. ત્યારે આ એરપોર્ટનું ખાનગીકરણ કરવાની જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિ‌નાથી અગાઉની યુપીએ સરકાર દ્વારા અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના ભાગરૂપે વૈશ્વિક ટેન્ડર સહિ‌તની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ હતી અને આરએફક્યુ પણ મંગાવવામાં આવ્યા હતા પરંતુ આ પ્રક્રિયા કોઈને કોઈ કારણો સર પ-પ વાર અટકાવવામાં આવી હતી. જો કે આ સમય દરમિયાનમાં કેન્દ્રમાં નવી સરકાર આવી જતા હવે તેણે ખાનગીકરણની પ્રક્રિયા હાલ પુરતી અભરાઈએ ચઢાવી દેવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.