Home / business / અમિત શાહે ઉત્તર પ્રદેશમાં આ પાંચ મુદ્દા પર કર્યું કામ અને બીજેપીએ જીતી 71 બેઠક

અમિત શાહે ઉત્તર પ્રદેશમાં આ પાંચ મુદ્દા પર કર્યું કામ અને બીજેપીએ જીતી 71 બેઠક

લોકસભાની ચૂંટણીનાં પરિણામો પછી દરેકની જુબાન પર એક જ સવાલ છે. મોદીનાં સેનાપતિ અમિત શાહે આખરે ઉત્તર પ્રદેશમાં આવું કર્યું કેવી રીતે, જેના કારણે ક્યારેક આ પ્રદેશમાં રાજકીય રીતે ધરાશાયી થઇ ગયેલી બીજેપીને 80માંથી 71 બેઠકો મળી. ઉલ્લેખનીય છે કે 2009માં યુપીમાં બીજેપીને ફક્ત 10 બેઠકો મળી હતી. આ ઉપરાંત બીજેપી રાજ્યમાં છેલ્લા 17 વર્ષથી સત્તાથી દૂર રહી છે. આમ છતાં પાર્ટીને આ ધમાકેદાર જીત અપાવનાર અમિત શાહની ચૂંટણી માટેની રણનીતિની ડિકોડ કરવામાં તમામ રાજકીય વિષ્લેષકો કામે લાગેલા છે.
જાણકારો માને છે કે યુપીનાં પ્રભારી બનાવાયા બાદ અમિત શાહે ખાસ કરીને અમુક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કામ કર્યું. આ મુદ્દા હતા, રાજ્યમાં હિંદુ કાર્ડનો પ્રભાવશાળી રીતે ઉપયોગ કરવો, મોદીની નેતૃત્વ ક્ષમતાથી સુદુર ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને પણ રુબરુ કરાવવા અને સમાજવાદી પાર્ટી તેમજ યુપીએ સરકાર વિરુદ્ધ એન્ટી ઇન્કમ્બન્સીનો બીજેપીનાં પક્ષમાં ઉપયોગ કરવો. યુપીમાં શાહે બિછાવેલી રાજનીતિક જાળને આપણે નીચે મુજબનાં પાંચ મુદ્દાઓ થકી સમજી શકીએ છીએ.
1 સુદૂર ગ્રામીણ વિસ્તારો સુધી બનાવી પહોંચ
અમિત શાહ જ્યારે યુપીનાં ઇન્ચાર્જ બનીને રાજ્યમાં પહોંચ્યા ત્યારે તેમની સામે સૌથી મોટો પડકાર એ હતો કે રાજ્યમાં બીજેપીનો કોઇ ચહેરો નહતો. એટલે કે મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ અને ગુજરાતમાં નરેન્દ્ર મોદીપાર્ટીનાં ચહેરા છે. આવો કોઇ ચહેરો યુપીમાં નહતો. ત્યારબાદ અમિત શાહને ખબર પડી કે બીજેપીએ રાજ્યમાં પંચાયત કે જીલ્લા સ્તરે કોઇ ચૂંટણી છેલ્લા દસકામાં નથી લડી, જેના પરિણામે ગામડાઓમાં પાર્ટીની હાજરી બહુ કમજોર પડી ગઇ હતી. શાહે ચારેયે કોર એ સંદેશો ફેલાવી દીધો કે બીજેપી હવે પંચાયતથી માંડી સંસદ સુધીની ચૂંટણીઓ લડશે. શાહની સામે એક પડકાર એ પણ હતો કે યુપીમાં ઘણા વિસ્તારોમાં ટીવી, અખબાર કે આધુનિક સંચારનાં ઉપકરણોની પહોંચ નહતી, એવામાં આ વિસ્તારો સુધી મોદીને બીજેપીનો ચહેરો બનાવીને પહોંચાડવા એક મોટો પડકાર હતો. અમિત શાહ ગુજરાતનાં છે અને યુપી અનેક રીતે તેમનાં માટે એક અન્ય દેશ જેવું હતું. શાહ પોતે પણ તેમની આ મર્યાદાની અજાણ નહતા. એટલે  તેમણે છેલ્લા એક વર્ષમાં યુપીમાં સકક અને રેલ માર્ગ થકી 93000 કિમીનો પ્રવાસ ખેડ્યો. તેમણે યુપીનાં નાના નગરો અને ગામડામાં 142 રાત પસાર કરી. 52 જિલ્લામાં મોટી બેઠકો કરી. આ ઉપરાંત યુપીનાં અન્ય જિલ્લા સુધી પહોંચવા માટે અલગથી 40 બેઠકો કરી.

Leave a Reply

Your email address will not be published.