Home / Entertainment / Bollywood / ચીનમાં દેખાયું ‘એલિયન’, પર્યટકે કેદ કરી તેની તસવીરો!

ચીનમાં દેખાયું ‘એલિયન’, પર્યટકે કેદ કરી તેની તસવીરો!

ચીનમાં બેઈજિંગમાં ઉત્તરમાં એક નાનકડો કસબો છે હુઆએરૂ. ત્યાના વનવિસ્તારમાં એક પર્યટકે વૃક્ષો વચ્ચેની ઝાડીઓમાં વિચિત્ર આકૃતિ જોઈ. તે ગતિશીલ પણ હતી અને કંઈક અંશે મનુષ્ય જેવી દેખાઈ રહી હતી. પરંતુ તેના કાન અને હાવભાવ બિલકુલ અલગ હતા. તે હોલીવુડ ફિલ્મ ‘લોર્ડ ઓફ ધ રિંગ’ના કિરદાર ગોલમ (એલિયન) જેવી દેખાઈ રહી હતી. આ પર્યટકે પોતાના કેમેરાથી ફોટો ક્લિક કર્યા અને ત્યારબાદ તેને ઈન્ટરનેટ પર અપલોડ કરી દિધા. આ પર્યટકે પોતાનું નામ ગુપ્ત રાખ્યુ છે.
જો કે વેબસાઈટ્સ પર કેટલાક લોકોએ પોતાની કોમેન્ટમાં લખ્યુ છે કે આ ફોટોની વિશ્વસનિયતા કેવી રીતે સ્વિકારવી? એક અન્ય યુવકે લખ્યુ કે તેની ટીમ એક ફિલ્મના શુટીંગ માટે પહાડ પર ગઈ હતી. ત્યારે ત્યાં એક વ્યક્તિએ અમારા ફોટો લીધા હતા. આ કોમેન્ટને પર્યટકે રદીયો આપી દિધો હતો. તેણે લખ્યુ કે મનુષ્યને તો પડછાયામાં પણ જુઓ તો તેને ઓળખી શકાય છે, પરંતુ આ આકૃતિ સામાન્ય ન હતી.

Leave a Reply

Your email address will not be published.