Home / Gujarat / જગન્નાથ મંદિરમાં 1 હજારથી વધુ સાધુ-મહંતોનો ભંડારો

જગન્નાથ મંદિરમાં 1 હજારથી વધુ સાધુ-મહંતોનો ભંડારો

અમદાવાદમાં ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ અને ધ્વાજા રોહણ બાદ સાધુ મહંતોનો કાલી રોટી સફેદ દાલનો ભંડારો ભરાયો હતો.જેમાં રાજ્યભરમાંથી આવેલા 1 હજારથી વધુ સાધુ-મહંતોએ લ્હાવો લીધો હતો. સાધુ-સંતોના જમણવાર બાદ તેમને કપડા અને પૈસાનું દાન કરાયુ હતુ. જેમાં નાણા પ્રધાન નીતિન પટેલ ખાસ હાજરી આપી હતી. અને પોતના હાથેથી સાધુ-મહંતોને દાન આપ્યું હતુ.
જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રાના અગાઉના દિવસોમાં સાધુ મહંતોનો ભંડારો શરૂ કરવાની પ્રથા નરસિંહદાસજી મહારાજના સમયથી શરૂ કરવામાં આવી છે.ભંડારમાં માલપુવા અને દૂધ પાક પીરસવામાં આવતા હોવાથી તેને કાલી રોટી સફેદ દાલના ભંડારા તરીકે પણ ઓળખવામાં આવે છે. માલપુવા, દુધપાકની સાથોસાથ મીરચી વડા, દાળ-ભાત, બટાકાનું શાક, પુરી સહિતની તમામ વાનગીઓ તેમાં પિરસવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.