Home / Politics / કુપોષણ અભિયાનનો મુખ્યમંત્રીના હસ્તે આરંભ

કુપોષણ અભિયાનનો મુખ્યમંત્રીના હસ્તે આરંભ

 દાહોદમાં જિલ્લા સર્વે ભવન, જિલ્લા તાલીમ કેન્દ્રનું લોકાર્પણ: ૧૧ એમ્બ્યુલન્સની ભેટ
– કુપોષણ નાબૂદીનું જનઆંદોલન ગુજરાતનું દિશાદર્શક બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં આનંદીબેન

મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે કુપોષણમુકત ગુજરાત માટેનું અભિયાન જનશક્તિ માતૃશક્તિના સહયોગથી પાર પાડવાનો નિર્ધાર વ્યકત કર્યો છે. મુખ્ય મંત્રીએ રાજ્યના પૂર્વ પ્રવેશદ્વાર દાહોદ જિલ્લામાં ગુરુવારે કુપોષણમુકત દાહોદ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જિલ્લાના નવનિર્મિ‌ત પોલીસ તાલીમ ભવન તથા ૧૦૧ વિકાસકામોના લોકાર્પણ આ વિકાસ ઉત્સવમાં કર્યા હતા. આનંદીબેને કુપોષણ નાબૂદીનું જનઆંદોલન ગુજરાતનું દિશાદર્શક બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

દાહોદ શહેરના પ્રસંગ પાર્ટી પ્લોટમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મંત્રીએ સમાજશક્તિને આહવાન કર્યુ હતું કે, દીકરીઓના આરોગ્યની પુરતી કાળજી લઇ સમાજને તંદુરસ્ત માતા અને સ્વસ્થ બાળક આપણે આપી શકીશું તો જ રાજયની ઉજજવળ આવતીકાલનો મજબુત પાયો નંખાશે.આ સંદર્ભમાં આનંદીબહેન પટેલે કુપોષિત બાળકો અને આંગણવાડીઓ સંપન્ન વર્ગો દત્તક લે તેવો અનુરોધ પણ કર્યો હતો. તેમણે આંગણવાડી કાર્યકર બહેનો કુપોષણમુકતી તેમજ ઘર શૌચાલય નિર્માણ અભિયાનની સંવાહક-પ્રચારકની ભૂમિકા નિભાવે તેવી અપિલ કરી હતી. મુખ્ય મંત્રીએ કહ્યુ કે માતા બાળક તેમને મન ભગવાન છે. એટલે સમગ્ર ગુજરાતમાં કુપોષણ મુક્તિનું આ અભિયાન ઉપાડયું છે.

Leave a Reply

Your email address will not be published.