Home / Gujarat / મનમોહનસિંહની સુરક્ષામાં તહેનાત થશે 235 SPG ગાર્ડ્સ

મનમોહનસિંહની સુરક્ષામાં તહેનાત થશે 235 SPG ગાર્ડ્સ

પૂર્વ વડાપ્રધાન તથા પરિવારજનોને મળે સુરક્ષા
*એક વર્ષ બાદ સમિક્ષાનો નિયમ 
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ, વિનમ્ર અને બિનવિવાદાસ્પદ રાજકીય હસ્તી હતા. તેમની તથા તેમના પરિવારની ઉપર કોઈ જોખમ ન હોવું જોઈએ એમ માનવામાં આવે. છતાં કેન્દ્ર સરકાર કોઈ છૂટ લેવા નથી માંગતી અને તેમની સુરક્ષામાં 235 એસપીજી જવાનોને તહેનાત કરી દીધા છે.
વધુ ભરતી માટે પ્રસ્તાવ
જૂન મહિનાની શરૂઆતમાં કેબિનેટ સેક્રેટરીએ એસપીજીના 235 જવાનો માટે જગ્યા ઊભી કરવાનો પ્રસ્તાવ કેન્દ્રીય નાણામંત્રાલયને મોકલ્યો છે. આ જવાનોને ત્રણ મોતીલાલ નેહરુ માર્ગ પર પૂર્વ વડાપ્રધાન ડૉ. સિંહ તથા તેમના પરિવારજનોની સુરક્ષા માટે તહેનાત કરવામાં આવશે. ઘરની અંદર તથા પરિસરમાં એસપીજી જવાનો સુરક્ષા પૂરી પાડશે, જ્યારે પૂર્વ વડાપ્રધાનના ઘરની બહારના વિસ્તારની દિલ્હી પોલીસના જવાનો સુરક્ષા કરશે.
મનમોહનસિંહની સુરક્ષા વ્યવસ્થા 
પૂર્વ વડાપ્રધાનના ઘરમાં ચાર ગાર્ડ સ્ટેશન અને એક સિક્યુરિટી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવશે. મુખ્ય પ્રવેશ દ્વાર પર સ્કેનર મુકવામાં આવશે. કુલ 165 જવાનોને ચાર શિફ્ટમાં તહેનાત કરવામાં આવશે. કમાન્ડોઝ, ઉચ્ચ અધિકારીઓ અને બીજા સુરક્ષા ઉપકરણો પર લગભગ 19 કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ છે. વચગાળાના બજેટમાં રૂ. 409 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ કેન્દ્રી નાણા મંત્રાલયને મોકલી દેવાયો હતો. જો કે, તેમાં વધારાની જગ્યાઓ ઊભી કરવાના પ્રસ્તાવનો સમાવેશ થતો ન હતો.
હાલ મનમોહનસિંહ એસપીજી સુરક્ષામાં 
નિયમ પ્રમાણે વડાપ્રધાન પદ છોડે તેના એક વર્ષ સુધી તેમને એસપીજી સુરક્ષા આપવામાં આવે છે. બાદમાં તેનું મુલ્યાંકન કરવામાં આવે છે અને પછી જો જરૂર જણાય તો વ્યવસ્થા ચાલુ રાખવામાં આવે છે. કોઈ નક્સલવાદી સંગઠન કે આતંકવાદી સંગઠન તરફથી જોખમ હોય ત્યારે સુરક્ષા યથાવત રાખવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.