Home / Sports / Cricket / યૂએસએ નોકઆઉટ રાઉન્ડમાં, પ્રશંસકો બન્યા મસ્તીમાં મસ્ત

યૂએસએ નોકઆઉટ રાઉન્ડમાં, પ્રશંસકો બન્યા મસ્તીમાં મસ્ત

ફિફા વર્લ્ડકપમાં ગ્રુપ-જીની એક મેચમાં યૂએસએનો જર્મની સામે 0-1થી પરાજય થયો હતો. આ પરાજય છતા યૂએસએ ફિફા વર્લ્ડકપના નોકઆઉટ રાઉન્ડમાં સ્થાન મેળવવા સફળ રહ્યું હતું. નોકઆઉટ રાઉન્ડમાં સ્થાન મેળવતા જ યૂએસએના પ્રશસંકો ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. આ જીતની મોડી રાત સુધી ઉજવણી કરવામાં આવી હતી. યૂએસએનો ઉત્સાહ વધારવા મોટી સંખ્યામાં પ્રશંસકો સ્ટેડિયમમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રશંસકોની ઉજવણીના કારણે યૂએસના રસ્તાઓ અને જાહેર સ્થળોએ માનવ મહેરાણ ઉમટી પડ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ યૂએસએ અને જર્મની વચ્ચેની મેચનો ટીવી ઉપર આનંદ ઉઠાવ્યો હતો.યૂએસએના પ્રશંસકો મોડી રાત સુધીના મસ્તીના મૂડમાં હતા.
યૂએસએ 4 પોઇન્ટ સાથે બીજા ક્રમે
 ગ્રુપ ઓફ ડેથમાં યૂએસએ પોર્ટુગલ જેવી દિગ્ગજ ટીમને પાછળ મુકી નોકઆઉટ રાઉન્ડમાં સ્થાન મેળવવા સફળ રહ્યું છે. યૂએસએ ગ્રુપ રાઉન્ડમાં 3 મેચમાંથી 1 મેચમાં વિજય અને 1 માં પરાજય અને 1 મેચ ડ્રો સાથે 4 પોઇન્ટ મેળવ્યા હતા. યૂએસએ બીજા ક્રમે રહી નોકઆઉટમાં સ્થાન મેળવ્યું છે. પોર્ટુગલ 4 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું. યૂએસએ ઘાના સામે 2-1થી વિજય મેળવ્યો હતો. પોર્ટુગલ સામે 2-2થી મેચ ડ્રો રહી હતી. જ્યારે જર્મની સામે 1-0થી પરાજય થયો હતો.

Leave a Reply

Your email address will not be published.