Home / business / ધોની સંકટમાં, આંધ્ર પ્રદેશની કોર્ટે કાઢ્યું ધરપકડ વોરંટ

ધોની સંકટમાં, આંધ્ર પ્રદેશની કોર્ટે કાઢ્યું ધરપકડ વોરંટ

હૈદરાબાદ. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સંકટમાં મુકાયો છે. હિન્દુ ધર્મની ધાર્મિક લાગણી દુભાવવા બદલ ધોની સામે આંધ્રપ્રદેશની અનંતપુર કોર્ટે એરસ્ટ વોરંટ કાઢ્યું છે. કોર્ટે ધોનીને ત્રણ વખત સમન્સ મોકલાવ્યું પણ તે હાજર ન રહેતા અરેસ્ટ વોરંટ કાઢ્યું છે અને કહ્યું છે કે ધોનીને 16 જુલાઈના રોજ હાજર કરવામાં આવે.
બિઝનેસ ટૂડે મેગેઝિને  એપ્રિલ 2013ના અંકમાં ધોનીને હિન્દુઓના ભગવાન વિષ્ણુના રૂપમાં દર્શાવ્યો હતો અને ટાઇટલ આપ્યું હતું. ‘ગોડ ઓફ બિગ ડિલ્સ’. આ કવર પેજમાં ધોનીના ઘણા હાથમાં અલગ-અલગ પ્રોટક્ટ હતી. જેમાં એઅક હાથમાં બુટ પણ હતા. આ કવર પેજના કારણે ધોનીનો ઘણો વિરોધ થયો હતો.
વિશ્વ હિન્દુ પરિષદના લોકલ લીડર વાય.શ્યામ સુંદરે આ મુદ્દે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ધોની સામે કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. જેની સુનવણી કોર્ટમાં મંગળવારે થઈ હતી. મહેન્દ્રસિંહ ધોની હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે.

Leave a Reply

Your email address will not be published.